એક યુવતી મધ્ય પ્રદેશથી પારિવારિક ઝઘડાને કારણે ઘર છોડી વિવિધ સ્થળોએ ભટક્યા બાદ તે ભરૂચ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી.જે એક અજાણી મહિલાને મળી આવતા મહિલાએ યુવતીને સુરક્ષિત રીતે પાલેજ પોલીસ સ્ટેશન પર પહોંચાડી હતી.જે યુવતીને પાલેજ પોલીસે તાત્કાલિક સખી વન સ્ટોપ સેન્ટરને સોંપી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ યુવતીની વિગતો મેળવીને તુરંત જ મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કર્યો હતો. મધ્યપ્રદેશ પોલીસ દ્વારા યુવતીના પરિવારજનોને જાણ કરી હતી.