જેસર: જેસર તાલુકાના બીલા ગામે રોડ રસ્તામાં ખાડા અને ગંદા પાણીથી લોકો પરેશાન
જેસર તાલુકાના બીલા ગામે રોડ રસ્તામાં ખાડા અને ગંદા પાણીથી લોકો પરેશાન ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામમાં મુખ્ય રોડ પર મોટા મોટા ખાડા પડ્યા છે અને તેમાં ગંદુ પાણી ભરાઈ જતાં ગ્રામજનો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વરસાદ પછી કે ગટરનું પાણી રસ્તા પર આવી જતાં ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે વાહનચાલકો અને પાદચારીઓ માટે પસાર થવું મુશ્કેલ બન્યું છે.