છોટાઉદેપુર: શિક્ષક જિતેન્દ્ર પટેલ બન્યા ગરીબ બાળકોના વાલી
છોટાઉદેપુરના ગુનાટા ગામમાં શિક્ષક જિતેન્દ્ર પટેલે અનેક બાળકોના જીવનમાં શિક્ષણનો ઉજાસ પાથર્યો છે. માતા-પિતા દૂર હોવા છતાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે તેઓ વાલીની ભૂમિકા ભજવી રહ્યા છે. શાળામાં 100થી વધુ બાળકો હોસ્ટેલ દ્વારા મફત શિક્ષણ મેળવી રહ્યા છે.