રેલવે સ્ટેશન પાસેથી વિદેશી દારૂ ઝડપાયો
વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી ડ્રાઈવ દરમિયાન રેલવે સ્ટેશન ઇન ગેટ પાસેથી ટ્રોલી બેગમાં વિદેશી દારૂનું વેચાણ કરવા ઊભેલા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના રહેવાસી રામુ સુનીલ ક્લોરિયા નામના આ શખ્સ પાસેથી ૭૦૦ મિ.લી.ની 'ધ સિંગલટન સિંગલ મલ્ટ સ્કોચ વ્હીસ્કી'ની ૦૬ બોટલો (કિંમત રૂ. ૨૧,૦૦૦) મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો અને ટ્રોલી બેગ જપ્ત કરી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
#factfindernews #Prohibition #railwaystation #arrestedvadodara #sayajiganjpolice