તળાજા: મોટા ગોપનાથ મહાદેવ મંદિરે નવદુર્ગા સ્વરૂપે સજ્જ કુમારિકાઓ દ્વારા પવિત્ર અભિષેક
મોટા ગોપનાથ મહાદેવ મંદિરે નવદુર્ગા દ્વારા અભિષેક ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાથી અંદાજે 22 કિલોમીટર દૂર આવેલા પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ મહાદેવ મંદિર ખાતે આજે તા. 22 ઓગસ્ટ, 2026 શનિવારના રોજ દશમના પાવન દિવસે દર વર્ષની પરંપરા મુજબ વહેલી સવારે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. ગંગા, યમુના અને સરસ્વતી સહિત નવદુર્ગાના સ્વરૂપે સજ્જ નાની-નાની કુમારિકાઓ દ્વારા ભગવાન મહાદેવને પવિત્ર જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. ભક્તિભાવ અને શ્રદ્ધાભર્યા વાતાવરણ વચ