સુરત પોલીસ દ્વારા "ઓપરેશન બાંગ્લાદેશી" અંતર્ગત ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે સરકારની સૂચના અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટેલિજન્સ આધારિત તપાસ ચાલી રહી હતી.
ગઈકાલે મોડી રાતથી ભેસ્તાન, ઉન, પુણા, અમરોલી, ચોકબજાર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વહેલી સવાર સુધી કુલ 261 શંકાસ્પદ લોકોની અટકાયત કરીને તેમના દસ્તાવેજો અને ડેટાની ચકાસણી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન 85 લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાનું કન્ફર્મ થયું છે, જેમાં 34 પુરુષો, 29 મહિલાઓ અને 21 બાળકોનો સમાવેશ થાય છે. બાકીના લોકોની પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. અગાઉ પણ સુરતમાંથી આશરે 600 જેટલા બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ આ લોકો ટેક્સટાઇલ, લેબર અને અન્ય ક્ષેત્રોમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે.
#SuratPolice #OperationBangladeshi #SuratNews #GujaratNews #PoliceAction #BreakingNews #IllegalImmigration #SuratBreaking #LatestNews #HotlineNews
Udhna, Surat | Jun 3, 2026