આણંદ શહેર: જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી ખાતે ત્રીજા માળે રાઉન્ડ ધ ક્લોક ધમધમતી ચૂંટણી શાખા
ચુંટણી શાખા એ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, ઉમેદવારો, આમ નાગરિકો અને ચૂંટણી તંત્ર વચ્ચે મહત્વની કડી છે. કલેકટર કચેરી આણંદ ખાતે ત્રીજા માળે આવેલી જિલ્લા ચૂંટણી શાખામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિતાબેન લાછૂનની રાહબરી હેઠળ 01 મામલતદાર, 03 નાયબ મામલતદાર, 02 ક્લાર્ક, 02 ઓપરેટર અને 02 પટાવાળા જાહેર રજાના દિવસોએ અને ચાલુ દિવસો ખાતે મોડી રાત સુધી કામગીરી કરી રહ્યા છે.