મહુવા: મહુવા નજીક K.I.Z ફૂડ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાં આગ લાગી
મહુવા નજીક મોડી રાત્રે કિઝ ફૂડ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી. મળતી માહિતી મુજબ, 10 સપ્ટેમ્બર 2026, ગુરુવારના રોજ રાત્રિના આશરે 10:30 કલાકે મહુવા-સાવરકુંડલા હાઈવે પર તાવેડાના પાટીયા પાસે આવેલી કિઝ ફૂડ ફેક્ટરીમાં કોઈ અજાણ્યા કારણોસર અચાનક આગ લાગી હતી. ફેક્ટરીમાં આગ લાગ્યાની જાણ થતાં મહુવા નગરપાલિકાનું ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગને કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે મહુવા પોલીસ પણ ઘટના સ્થ