નાંદોદ: નર્મદામાં મોબાઈલ અને સીમકાર્ડના વેચાણ માટે નવા નિયમો જાહેર
નર્મદા જિલ્લામાં મોબાઈલ અને સીમકાર્ડના ખરીદ-વેચાણ અંગે તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે. હવે વિક્રેતાઓએ ગ્રાહકોના આઈડી પ્રૂફ અને સંપૂર્ણ વિગતોનું રજીસ્ટર નિભાવવું ફરજિયાત છે. નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે. આ નિયમ 1 જાન્યુઆરી 2027 સુધી અમલી રહેશે.