ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને પ્રોહિબિશન સંબંધિત પ્રવૃત્તિઓ સામે જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે કોડીનારના લાલકવાડી વિસ્તારમાં LCB ગીર સોમનાથની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 544 બોટલો અને એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1,00,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક આરોપીને પકડવાનો બાકી હોવાનું પોલીસની યાદીમાં જણાવાયું છે.
#our_sutrapada #girsomnath #instadaily #gujarat