નામચીન બુટલેગર મોન્ટુની ધરપકડ
સુરત રૂરલ LCBની કાર્યવાહી: સુરતનો નામચીન બુટલેગર **મનોહરસિંહ વિરભદ્રસિંહ ચૌહાણ ઉર્ફે ‘મોન્ટુ’**ની સુરત રૂરલ LCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મોન્ટુ કડોદરા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ હતો. સુરત રૂરલ LCBએ કાર્યવાહી હાથ ધરી તેને ઝડપી પાડ્યો હતો.
ધરપકડ બાદ આરોપી મોન્ટુને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ રિમાન્ડ દરમિયાન પ્રોહિબિશનના ગુનાને લઈને વધુ તપાસ હાથ ધરશે.#suratrurallcbpolice #suratcity #suratpolice #vapijouralist #voiceofvapi1
Vapi, Valsad | Sep 22, 2026