માંડવી: માંડવી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોંગ્રેસની રેલી યોજી વિરોધ
Mandvi, Kutch | Mar 28, 2026 માંડવી ખાતે નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. શહેરની મુખ્ય બજારમાં કોંગ્રેસ દ્વારા રેલી યોજાઈ હતી, જેમાં કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભભાઈ વેલાણી, કલ્પનાબેન જોષી, ખેરાજભાઈ ગઢવી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. તેમણે કડક શબ્દોમાં માંડવી નગરપાલિકામાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની નિંદા કરી અને પારદર્શક વહીવટની માંગ ઉઠાવી છે.