સિધ્ધપુર: સિદ્ધપુરના રાજપુર-ખડલીયામાં વાંદરાઓનો આતંક, બેથી વધુ લોકો ઘાયલ
Sidhpur, Patan | Sep 8, 2026 સિદ્ધપુરના રાજપુર-ખડલીયા વિસ્તારમાં વાંદરાઓના હુમલાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વાંદરાઓના હુમલામાં બેથી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં 9 ટાંકા લેવા પડ્યા છે. સ્થાનિકોએ વન વિભાગને આ મામલે ત્વરિત કાર્યવાહી કરવા માંગ કરી છે.