વાપીમાં રેલવે ટ્રેક ક્રોસ કરતી વેળાએ માલગાડીની અડફેટે યુવાનનું કમકમાટીભર્યું મોત
વાપીના જૂના રેલવે ફાટક પાસે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે માલગાડીની અડફેટે આવી જવાથી ૨૮ વર્ષીય યુવાનનું કરુણ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વાપી ટાઉનના મચ્છીમાર્કેટ વિસ્તારમાં આવેલા નૂર મંઝિલમાં રહેતો અને પ્લમ્બિંગનું કામ કરતો ૨૮ વર્ષીય કલીમઉલ્લા અનવર શેખ ગત મંગળવારે રાત્રે જૂના રેલવે ફાટક પરથી ગીતાનગર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન રેલવે ટ્રેક ક્રોસ કરતી વેળાએ અચાનક આવેલી માલગાડીની અડફેટે આવી જવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું.
આ ગોઝારી ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ વાપી ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી પી.એમ. (પોસ્ટમોર્ટમ) અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળ�
Vapi, Valsad | Sep 10, 2026