તારાપુર: પાદરા ગામેથી ડિગ્રી વગરના મેડિકલ પ્રૅક્ટિસ કરતા વેસ્ટ બંગાળના નકલી ડૉક્ટરને ઝડપાયો
Tarapur, Anand | Sep 26, 2026 તારાપુર પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ગોહિલ તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન બાતમી મળી હતી કે પાદરા ગામે રહેતા તારક ચંદ્ર્દેય માધબ ચંદ્ર્દેય (મૂળ રહે. વિવેકાનંદ રોડ, શ્રીનગર હાવરા નોર્થ, પ્રખ્નાસ, વેસ્ટ બંગાળ) કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર પાદરા ગામે દવાનું દવાખાનું ચલાવી રહ્યા છે. આ બાતમીના આધારે આરોગ્ય વિભાગના અધિકારીને સાથે રાખીને રેડ કરવામાં આવતા,તારક ચંદ્રદેય માધબ ચંદ્રદેય ડૉક્ટરની ડિગ્રી વગર મેડિકલ પ્રૅક્ટિસ કરતા ઝડપાયો હતો.