સુરત બ્રેકિંગ | ડિંડોલીમાં હત્યાથી ચકચાર
ડિંડોલી વિસ્તારના રાજમહેલ મોલ ખાતે યુવકની હત્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતકનું નામ રાજ દુબે (ઉંમર આશરે 20 વર્ષ) હોવાનું જાણવા મળી રહ્યું છે. તે બાઈક સીઝિંગનું કામ કરતો હતો તેવી માહિતી પણ સામે આવી છે.
ઘટના મોડી રાત્રે આશરે 12 વાગ્યાની હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. હત્યાનું કારણ શું છે અને આરોપી કોણ છે તે અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે......
Udhna, Surat | Jul 11, 2026