સુરતના યોગીચોક વિસ્તારમાં શુક્રવારની મોડી સાંજે નશામાં ધૂત ઓટોરિક્ષા ચાલકે એકત્ર થયેલા ટોળા ને ગાળો ભાંડતા લોકો રોષે ભરાયા હતા.રોષે ભરાયેલા ટોળાએ નશામાં ધૂત ઓટોરિક્ષા ચાલકને જાહેરમાં જ મેથીપાક ચખાડ્યો હતો. જમીન પર સુવડાવી લાતો મારી હતી. જ્યાં કાયદો હાથમાં લઈ બરોબરનો માર માર્યો હતો. જે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.વાયરલ વીડિયોમાં નશામાં રહેલા યુવકને બચાવી અન્ય એક વ્યક્તિ પોતાની સાથે લઈ જાય છે.જે ઘટના અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી.