પેટલાદ: દંતાલી રોડ ઉપર આવેલ કોલેજના આદ્યસ્થાપકની 142 મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ
Petlad, Anand | Apr 4, 2026 પેટલાદની કોલેજમાં આદ્યસ્થાપક શેઠ રમણલાલ પરીખની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી આર.કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ પેટલાદના આદ્યસ્થાપક શેઠ શ્રીરમણલાલ કેશવલાલ પરીખની ૧૪૨મી જન્મજયંતિની ઉજવણી તા. 04 એપ્રિલ 2026 ના શુભદિને કરવામાં આવી હતી. સંસ્થાના આચાર્ય ડો. વિમલ જોષી સાથે કોલેજના પ્રાધ્યાપક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.