પેટલાદ: વાળંદપુરાના યુવકે મકાન બનાવતી વખતે આર્થિક ભીસમાં આવી જતાં સેલફોસની ગોળીઓ ખાઈ આપઘાત કર્યો
Petlad, Anand | Apr 8, 2026 પેટલાદ તાલુકાના વાળંદપુરાના ગામમાં રહેતાં ૪૧ વર્ષીય યુવકે મકાન બનાવતી વખતે આર્થિક ભીસ આવી જતાં પોતાના ઘરે સેલફોસની ગોળીઓ ખાઈ લેતાં તેને બેભાન હાલતમાં સારવાર અર્થે કરમસદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન નિપજયું હતું. આ બનાવ અંગે મહેળાવ પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.