ઘડોઇ ગામના લોકો અત્યારે ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. ગામના સીમાડા અને છેવાડાના રહેણાંક વિસ્તારોમાં જંગલનો રાજા કહેવાતો દીપડો હવે પોતાનો શિકાર શોધવા પહોંચી ગયો છે. ચોંકાવનારી વાત એ છે કે અહીં એક કે બે નહીં, પરંતુ એકસાથે ૩ થી ૪ દીપડાઓ નજરે પડ્યા છે! આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ભારે ગભરાહટ અને દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.
જ્યાં પહેલા ખેતરોમાં હળ ચાલતા અને ખેડૂતોની ચહલ-પહલ રહેતી, ત્યાં આજે નીરવ શાંતિ અને ડર છવાયેલો છે. ઘડોઇ ગામમાં દીપડાઓના ઝુંડે ધામા નાખતા સ્થાનિક રહીશોની ઊંઘ હરામ થઈ ગઈ છે. દિવસ ઢળવાની સાથે જ એટલે કે અંધારું થતાની સાથે જ લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.
સૌથી મોટી મુશ્કેલી ખેડૂતો માટે ઊભી થઈ છે. ખેતરમાં પાણી વાળવા કે અન્ય કામકાજ માટે જવું હવે મોતને મુઠ્ઠીમાં રાખીને જવા સમાન બની ગયું છે. રહેણાંક વિસ્તારની એકદમ નજીક ૩ થી ૪ દીપડાઓની લટારને કારણે બાળકો અને પશુઓની સુરક્ષા પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.
આ ગંભીર અન
Valsad, Valsad | Aug 3, 2026