ખંભાત: ભાલ પંથકના કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ, પાક નુકસાની માટે સહાયની માંગ
Khambhat, Anand | Mar 20, 2026 આણંદ જિલ્લામાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા અને ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ખાસ કરીને ખંભાત અને તારાપુર તાલુકાના ભાલ પંથકમાં રવિ પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે.કુદરતી આફત સામે લાચાર ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે. ખેડૂતોની વિનંતી છે કે સરકાર વહેલી તકે નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય આર્થિક સહાય પૂરી પાડે જેથી તેઓ આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે.