ભાવનગર શહેરના વોરાવાડ વિસ્તારમાં આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મુકદ્દસ સૈયદના મોંહમદ બુરહાનુદ્દીન મૌલાની યાદમાં દાઉદી વ્હોરા સમાજના બુરહાની ગ્રુપદ્વારા ૪૦મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના નજમી હોલ, બહારની વોરાવાડ, ભાવનગર ખાતે યોજાયેલ વોરા સમાજના લોકોએ ત્થા અન્ય રક્તદાનમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.