દાહોદ શહેરમાં ગણેશ આગમન ઉત્સવ દરમિયાન એક ૧૪ વર્ષનો સગીર બાળ ગુમ થવાની ઘટના સામે આવી છે.
ગણેશ આગમનની શોભાયાત્રામાં જોવા ગયેલો ૧૪ વર્ષનો છોકરો ભીડમાં ગુમ થઈ ગયો છે. બાળકના પરિવારજનો અત્યંત ચિંતિત છે અને તેની શોધખોળ ચાલી રહી છે.
ગુમ થનાર બાળકની વિગત:
નામ: આઝાદ ગણેશ સાંસી
ઉંમર: ૧૪ વર્ષ
છેલ્લે જોવાયેલ સ્થળ: ગણેશ આગમન શોભાયાત્રા, દાહોદ
જો આ બાળક તમને ક્યાંય પણ જોવા મળે અથવા તેના વિશે કોઈ પણ માહિતી મળે, તો તરત જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.
સંપર્ક નંબર: 78610 22019
Dohad, Dahod | Sep 9, 2026