ગોંડલ: ગોંડલ પંથકના ધરાળા ગામની સીમમાં સિંહે ગાયનું મારણ કર્યું
Gondal, Rajkot | Jan 27, 2024 રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં ફરી એકવાર સિંહે ધામા નાખ્યા હોવાનું સામે આવ્યું છે. ધરાળા ગામની સીમ વિસ્તારમાં સિંહ દ્વારા મારણ કરાયું છે. ઘટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગોંડલ પંથકમાં ફરીથી સિંહે દેખા દેતા ખેડૂતોમાં ડરનો માહોલ છે.