ગોંડલ: ઉમવાડા રોડ ઉપર આવેલ ધોળકિયા ઇન્ટ.સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને હોસ્ટેલનાં 4 વિદ્યાર્થીએ બેફામ માર માર્યો
Gondal, Rajkot | Jan 25, 2024 ગોંડલ તાલુકાનો 15 વર્ષીય પાર્થ મહિડા ઉમવાડા રોડ પર આવેલી ધોળકીયા ઇન્ટરનેશનલ સ્કુલના હોસ્ટેલ માં રહી અભ્યાસ કરે છે. જ્યાં ગઇકાલે રાત્રે તેની સાથે રુમમાં રહેતા બે અને અન્ય મળી ચાર વિદ્યાર્થીઓ એ પટ્ટા વડે બેરહમી પૂર્વક માર મારતા પાર્થ ને શરીર માં ઠેરઠેર ચાઠા પડી ગયા હતા. જ્યારે ફરિયાદ ના આધારે વિધ્યાર્થી વૈદ જાવૈયા તથા પ્રણવ માધવાણીને સ્કુલ માંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમજ અન્યને સજા કરવામાં આવી છે. બનાવ અંગે બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે