અમદાવાદના વાસણા આવાસ વિસ્તારમાં ભારત ગેસના બાટલાની ચોરીની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, CCTV ફૂટેજમાં એક રિક્ષાચાલક રિક્ષામાં ગેસનો બાટલો મૂકી ત્યાંથી નીકળતો જોવા મળ્યો હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને રહિશોએ પોલીસ તંત્ર પાસે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
#amdavad #Vasna #News #CCTV #Citynews