Public App Logo
Surat News:મહિલાઓનો કલેક્ટર કચેરીએ મોરચો! પગાર વધારા સહિત 5 માંગણીઓ સુરતમાં આજે સુરત મહાનગરપાલિકા મજદૂર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યો. પગાર સહિતની અનેક માંગણીઓ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો કલેક્ટર કચેરી પહોંચ્યા. પગાર પી એસ આઇ સી પગાર વધારો કરવાની માંગ પણ મહિલાઓ દ્વારા કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી ચાલતા આવેલી આ લડતથી લઈને હવે આજરોજ ફરી મહિલાઓએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. સુરત મહાનગરપાલિકા મજદૂર સંઘ દ્વારા ચીમકી આપવામાં આવી છે જો સરકાર અમારી વાત નહીં સાંભળશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મોટી સંખ્યામાં આંગણવાડી મહિલાઓ પણ વિરોધમાં જોડાઈ અને હાથમાં પ્લે કાર્ડ લઈ સરકાર સામે રજૂઆત કરી રહી છે. મહિલાઓના આશરે પાંચ જેટલા અલગ અલગ મુદ્દાઓ મહિલાઓએ રજૂઆત કર્યા છે. જ્યાં આજરોજ સુરત મહાનગરપાલિકા મજદૂર સંગ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.. #suratnews #suratprotest #suratcollector #anganwadi #anganwadiben #salaryincrease #employeeprotest #majdursangh #suratmunicipalcorporation #surat #gujaratinews #gujaratnews #breakingnews #suratbreaking - Udhna News