કાલોલ: કાલોલમા કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા મહાપુરુષોની પ્રતિમાઓને ‘સ્વચ્છાંજલિ’
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજે કાલોલ નગર ખાતે રાષ્ટ્રના મહાપુરુષોને આદરપૂર્વક ‘સ્વચ્છાંજલિ’ આપવા માટે એક વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરના વિવિધ વિસ્તારોમાં આવેલી મહાનુભાવોની પ્રતિમાઓની સાફ-સફાઈ કરીને તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વચ્છતાના આ સેવાયજ્ઞમાં કાલોલના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સ