મુળી: ગઢાડ ગામે પિતાના સ્મરણાર્થે બનાવેલ ગેઇટ તોડી પાડતા શખ્સ વિરુધ ગુન્હો નોંધાયો.
મૂળી તાલુકાના ગઢાડ ગામના અને હાલ રાજકોટ ખાતે રહેતા મહેન્દ્રસિંહ ધીરુભા ઝાલાની વાડીએ જમવાનો પ્રોગ્રામ કરવા માટે ગામના શિવરાજસિંહ રાજેન્દ્રસિંહ પરમાર દ્વારા જણાવ્યું હતુ પરંતુ મહેન્દ્રસિંહ દ્વાર મનાઈ કરતા ઉશ્કેરાઈ ગયેલા શિવરાજસિંહ દ્વારા ગઢાડ ગામની બહાર મહેન્દ્રસિંહ દ્વારા છ લાખના ખર્ચે પિતાની સ્મરણાર્થે બનાવેલ ગેટ તોડી પાડી નુકશાન કરતાં શિવરાજસિંહ પરમાર વિરુધ ગુન્હો નોંધાવ્યો છે.