રાપર: ગાગોદર પોલીસની સરાહનીય કામગીરી: 'તેરા તુજકો અર્પણ' પ્રોજેક્ટ હેઠળ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા
Rapar, Kutch | Mar 27, 2026 પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા ચલાવવામાં આવતા વિશેષ અભિયાન "તેરા તુજકો અર્પણ" અંતર્ગત ગાગોદર પોલીસ સ્ટેશન દ્વારા ટેકનોલોજીના માધ્યમથી બે નાગરિકોના ગુમ થયેલા કિંમતી મોબાઈલ ફોન શોધી કાઢી, તેમને મૂળ માલિકોને પરત સોંપી પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.