વિસનગરની ગાયત્રી આગમન સોસાયટીમાં નવરાત્રિના ચોથા નોરતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની અનોખી ઝલક જોવા મળી હતી. સોસાયટીના તમામ સભ્યોના સાથ-સહકારથી 15 વર્ષ સુધીના બાળકો માટે ભવ્ય વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નાનાં ભૂલકાંઓએ સનાતન હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ વિવિધ પરંપરાગત વેશભૂષા ધારણ કરી સૌનું મન મોહી લીધું હતું. બાળકોના ઉત્સાહ અને સુંદર રજૂઆતથી સમગ્ર સોસાયટીમાં ભક્તિમય અને આનંદમય વાતાવરણ સર્જાયું હતું.
કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર તમામ બાળકોનું ગાયત્રી આગમન સોસાયટી દ્વારા વિશેષ સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ આયોજન દ્વારા નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાઓ સાથે જોડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
#visnagar #navratri2026 #gujaratnews #indianculture #humdekhengenews