માળીયા: મોરબી જિલ્લામાં કમોસમી વરસાદના માવઠાના કારણે માળિયા પંથકમાં મીઠા ઉદ્યોગને મોટી નુકસાની...
Maliya, Morbi | May 9, 2025 મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હોય, જેના કારણે માળિયા મિયાણા પંથકમાં મિઠા ઉદ્યોગને ફટકો પડયો છે. આ અંગે મોરબી સોલ્ટ એસોસિએશનના પ્રમુખ દિલુભાએ જણાવ્યું કે ભાવપર, સુરજબારી, હરિપર, બગસરા, જાજાસર વિસ્તારમાં મીઠા ઉદ્યોગને વધુ અસર છે. તૈયાર મીઠું હતું અને ક્યારામાં જે મીઠું હતું તેને નુકસાન થયું છે.