ભુજ: આધાર-પુરાવા વિનાના લોખંડના સળિયા સાથે બે ઝડપાયા
Bhuj, Kutch | Aug 15, 2026 પદ્ધર પોલીસ મથક વિસ્તારમાં પોલીસે આધાર-પુરાવા વિનાના લોખંડના સળિયા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. ચેતન માધુભાઈ જોગી અને તાહીરખાન ચોટ્ટીલ પાસેથી લોખંડના સળિયા, જીજે-12-બીયુ-1232 નંબરની રિક્ષા અને મોબાઈલ સહિત કુલ રૂ.65,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.