જેસર: ઉગલવાણ ગામ થી બિલા ગામ તરફ જતો મુખ્ય રસ્તો હાલ અત્યંત ખરાબ સ્થિતિમાં
જેસર તાલુકાના ઉગલવાણ ગામ થી બિલા ગામ તરફ જતો મુખ્ય રસ્તો હાલ અત્યંત ખરાબ સ્થિતિમાં પહોંચી ગયો છે. રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકો અને ગામલોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રસ્તો ઘણા સમયથી ખરાબ હાલતમાં છે, પરંતુ હજુ સુધી યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી. બાઈક અને નાના વાહનો માટે પસાર થવું જોખમી બની ગયું છે. અનેક વખત નાના અકસ્માતો થવાની શક્યતા પણ ઉભી થાય છે.