પેટલાદ: સુણાવ રોડ સહિત વિવિધ ચર્ચોમા "ગુડ ફ્રાઈડે"નિમિત્તે પ્રાર્થના સભા યોજાઈ, ઈસુ ભગવાનને વઘ:સ્તંભ પર જડાવી દેવામાં આવ્યા હતા
Petlad, Anand | Apr 3, 2026 "ગુડ ફ્રાઇડે" એટલે પ્રભુ ઈસુને વધ:સ્તંભ ઉપર જડાવીને મારી નાખવામાં આવ્યા હતા. અને પ્રભુ ઈસુના બલિદાનથી માણસ જાતને પાપોમાંથી માફી મળી છે, અને માણસ જાતનો ઉદ્ધાર થયો છે. એટલે તે "ગુડ ફ્રાઇડે"કહેવાય છે. વિવિધ ચર્ચોમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. અને મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈ બહેનોએ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો.