સુરતના લિંબાયત વિસ્તારમાં નિર્માણાધીન મકાન પર સર્જાયેલા અકસ્માતના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. નિર્માણાધીન મકાનની બાલ્કનીમાં રેલિંગ ન હોય અકસ્માતે માતા-પુત્રી નીચે પટકાયા હતા. ધડાકાભેર અવાજ આવતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. સદનસીબે બંનેનો ચમત્કારિક બચાવ થયો હોવાનું સામે આવ્યું છે.