જેસર: જેસર તાલુકાના બીલા ગામે મેન બજારમાં પાણીની લાઈન લીકેજ થતા નાગરિકો પરેશાન
જેસર તાલુકાના બીલા ગામે મેન બજારમાં પાણીની લાઈન લીકેજ થતા નાગરિકો પરેશાન જેસર તાલુકાના બીલા ગામના મેન બજાર વિસ્તારમાં પાણીની લાઈન લીકેજ થવાને કારણે રસ્તા પર પાણી વહેતા જોવા મળી રહ્યું છે. જેના કારણે બજાર વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહી છે અને પસાર થનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી પાણીની લાઈનમાંથી સતત પાણી લીક થતું રહે છે, જેના કારણે રસ્તા પર પાણી ભરાઈ જાય છે અને વાહનચાલકો તેમજ વેપ