ટંકારા તાલુકાનાં મેઘપર ઝાલા ગામની સીમમાં સ્થાનિક પોલીસે બાતમીને આધારે દરોડો પાડી વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ એક આરોપીને અટકાયતમાં લીધો હતો.દરોડા દરમિયાન પોલીસે ઠંડો, ગરમ આથો અને દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 46,400નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી ક૨ી હતી.