અમદાવાદ શહેર: બોપલ વિસ્તારમાં પાડોશીઓ સાથે નશાની હાલતમાં મારામારી કરનાર કુખ્યાતનું ચોથા માળેથી પટકાતાં મોત
બોપલ વિસ્તારમાં પાડોશીઓ સાથે નશાની હાલતમાં મારામારી કરનાર કુખ્યાત મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતાં મોત નીપજ્યું છે. લૂંટ, ગુજસીટોક, આર્મીની નોકરી છોડ્યા બાદ ડ્રગ્સ નેટવર્ક અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે આશંકાસ્પદ કનેક્શન ધરાવતો મહાવીરસિંહ રાત્રે સોસાયટીમાં ઝઘડા બાદ પોલીસ પકડથી બચવા ભાગી રહ્યો હતો, ત્યારે આ ઘટના બની.