આણંદ શહેર: ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવતએ ચિખોદરા ચોકડી ચેક પોસ્ટ ઉપર કરવામાં આવતી કામગીરીનું આકસ્મિક ચેકિંગ કર્યું
ભારતના ચૂંટણી પંચ દ્વારા 111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે નિયુક્ત થયેલા ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવતએ આકસ્મિક રીતે આણંદ ના ચિખોદરા ખાતેના ચેક પોસ્ટ ઉપર તપાસણી કરી હતી અને ફ્લાયિંગ સ્ક્વોડની ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીની વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ તપાસણી દરમિયાન ઓબ્ઝર્વર શ્રી એ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરી અને તેના રજીસ્ટરની ચકાસણી કરી હતી.