તળાજા: ત્રાપજમાં વૃદ્ધા સાથે લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો, અલંગ પોલીસની ઝડપી કાર્યવાહી
તળાજા તાલુકાના ત્રાપજ ગામે 75 વર્ષીય વૃદ્ધા પર હુમલો કરી સોનાના દાગીનાની લૂંટ કરવાના બનાવનો અલંગ પોલીસે ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે તળાજા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.બી. નકુમે માહિતી આપતા જણાવ્યું હતું કે, 16 ઓગસ્ટની રાત્રે ત્રાપજ ગામે વૃદ્ધા પોતાના ઘરે એકલા સૂતા હતા ત્યારે આરોપીએ ઘરમાં પ્રવેશ કરી તેમના પર હુમલો કર્યો હતો અને કાનમાં પહેરેલા સોનાના સાત વેઢલા લૂંટી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ અલંગ પોલીસ અને ભાવનગર LCBની અલગ-