ભુજ: ધ્રબુડી દરિયાકિનારે પૂજા કરવા ગયેલા વૃદ્ધનું મોત
Bhuj, Kutch | Sep 13, 2026 ગાંધીધામના 65 વર્ષીય નરેન્દ્રભાઈ ગોપાલજી પરમાર માંડવી નજીક આવેલા ધ્રબુડી દરિયાકિનારે પૂજા કરવા ગયા હતા. દરમિયાન તેઓ દરિયામાં તણાઈ ગયા હતા. બાદમાં તેમની લાશ મોઢવા બીચ પરથી મળી આવી હતી. માંડવી મરીન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.