આણંદ શહેર: ચીખોદરા ચોકડી હંગરી રેસ્ટોરન્ટમાં યુવકો ઉપર હુમલો કરનાર ઈસમો સામે ફરિયાદ
આણંદ શહેરની ચીખોદરા ચોકડી ખાતે આવેલા હંગરી રેસ્ટોરન્ટમાં રવિવારે રાત્રીના સમયે નડીયાદથી કાર લઈને જમવા આવેલા યુવકો સાથે બાજુના ટેબલ પર બેઠેલા આણંદના ઈસમે બુમાબુમ ના કરો ધીમેથી અવાજ કરો તેમ કહી ગાળો બોલી ઝઘડો કરી ફોન કરી પોતાના અન્ય ચાર સાગરીતો ઉપરાંત ૧૮થી ૨૦ માણસોનું ટોળું બોલાવી યુવકોને માર મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવવા છે. આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.