ખંભાળિયા: રાજ્યસભા ચૂંટણી: ધનરાજ નથવાણીને અખિલેશ યાદવનું સમર્થન, ભર્યું ઉમેદવારી ફોર્મ
ધનરાજ પરિમલ નથવાણીએ ઉત્તર પ્રદેશથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. અખિલેશ યાદવ અને પ્રોફેસર રામગોપાલ યાદવની હાજરીમાં તેમણે ઉમેદવારી પત્ર ભર્યું. કોર્પોરેટ અને ક્રિકેટ ક્ષેત્રનો અનુભવ ધરાવતા નથવાણી હવે સંસદીય રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે.