ચોક બજાર વિસ્તારમાં TBM મશીનનું સફળ બ્રેકથ્રુ.મેટ્રો પ્રોજેક્ટમાં સીમાચિહ્નરૂપ સફળતા,મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી,તાજેતરમાં શહેરના સૌથી વ્યસ્ત અને જૂના વિસ્તાર ગણાતા ચોક બજાર ખાતે અંડરગ્રાઉન્ડ ટનલિંગનું કામ કરી રહેલું TBM (ટનલ બોરિંગ મશીન) 'અમૃત' સફળતાપૂર્વક બહાર આવ્યું,આ સાથે જ ડાઉનલાઇન ટનલનું કામ પૂર્ણ થતાં મેટ્રો પ્રોજેક્ટમાં એક મોટી સિદ્ધિ હાંસલ થઈ