સુરતમાં રથયાત્રા પહેલા એક દિવસમાં બે મર્ડરથી સનસનાટી:
ઉધનામાં જૂની અદાવતમાં ખેલાયો લોહિયાળ ખેલ.
બે જૂથો વચ્ચે હુમલો: ઉધના રોડ નં. 9 અશોક સમ્રાટ નગરમાં બે ઇસમો વચ્ચે તીક્ષ્ણ હથિયારોથી સામસામે જીવલેણ હુમલો થયો.
એકનું મોત, એક ગંભીર: ગંભીર રીતે ઘવાયેલા 'લકી' નામના યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે 'જાવેદ' નામનો ઇસમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસ તપાસ શરૂ: તહેવાર પૂર્વે જ શહેરમાં એક જ દિવસમાં બે હત્યાના બનાવો બનતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Udhna, Surat | Jul 12, 2026