આણંદ શહેર: લાંભવેલ બોરીયાવી માર્ગ ઉપર ગાડીની ટક્કરે એક વ્યક્તિનુ મોત
આણંદના લાંભવેલ બોરીઆવી રોડ નીલકંઠ પાર્ટી પ્લોટ પાસે રોડ ઉપર ઉભેલ આઘેડને પૂરઝડપે આવી ચઢેલા કાર ચાલકે અડફેટમાં લેતાં આધેડ ૧૦ ફૂટ ઉંચો ઉછળીને સામેથી આવી બીજી કારના બોનેટ પટકાતાં શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ અંગે આણંદ રૂરલ પોલીસે અકસ્માત નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.