બોટાદ શહેર: બોટાદ: નવોદય વિદ્યાલય નજીક ડમ્પિંગ સાઈટમાં આગ, 100 વિદ્યાર્થીઓને વાલીઓ ઘરે લઈ ગયા
Botad City, Botad | Nov 18, 2026
બોટાદ જવાહર નવોદય વિદ્યાલય નજીકની ડમ્પિંગ સાઈટમાં લાગેલી આગથી ફેલાયેલા ઝેરી ધુમાડાને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આથી વાલીઓએ શાળામાં હોબાળો મચાવી 400 માંથી 100 વિદ્યાર્થીઓને ઘરે પરત લઈ ગયા છે.