તળાજા: લીલીવાવના ખેડૂતની ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી
તળાજા તાલુકાના લીલીવાવ ગામના પ્રગતિશીલ ખેડૂત મુકેશભાઈ કરિયાણાની દુકાનના કામ સાથે ખેતી પણ કરે છે. તેમણે પોતાની 14 વીઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરી છે. મુકેશભાઈ તેમની વાડી વિસ્તારમાં ઓર્ગેનિક પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન કરી રહ્યા છે. પાકને સુરક્ષિત રાખવા માટે કવરનો ઉપયોગ કરવામાં આવે છે. તૈયાર થયેલા ડ્રેગન ફ્રૂટનું વેચાણ ભાવનગર અને તળાજા સહિતના શહેરોમાં કરવામાં આવે છે. મુકેશભાઈના જણાવ્યા મુજબ, ડ્રેગન ફ્રૂટની ખેતીમાંથી તેમને વર્ષે અંદા