કામરેજ ચારરસ્તા ખાતે આગામી 22 ફેબ્રુઆરી, 2026 ના રોજ માહ્યાવંશી સમાજનો પ્રથમ 'મહાકુંભ' યોજાશે. આ સંમેલન કામરેજ ચાર રસ્તા પાસે આવેલા સહકાર પાર્ટી પ્લોટમાં રવિવારે સાંજે 4:30 કલાકે યોજાશે. તેનો મુખ્ય હેતુ સમાજને સંગઠિત કરવાનો અને શૈક્ષણિક તેમજ સામાજિક ક્ષેત્રે પ્રગતિ સાધવાનો છે.